- વર્કશોપ દરમિયાન હું સભ્યતાથી અને શિસ્તપૂર્વક વર્તન કરીશ.
- વર્કશોપ દરમિયાન જરૂરિયાત વગર મારો મોબાઇલ ફોન ઉપયોગ નહિ કરું.
- આ વર્કશોપમાં ભાગ લેવા માટે હું મારા પરિવારના મુખ્ય સભ્યોની પરવાનગી લઈને આવું છું.
- ચાલુ વર્કશોપ દરમિયાન હું કે મારા પરિવારના કોઈપણ સભ્યો કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડશે નહિ.
- વર્કશોપ દરમિયાન અથવા શોપ પર આવી હું કે મને લાગતા-વળગતા કોઈપણ લોકો બિનજરૂરી રીતે કામમાં ખલેલ પહોંચાડશે અથવા ‘જોગી ધ આર્ટ એન્ડ ક્રાફટ જંક્શન’ & “JOGI ART” નું નામ રૂબરૂ અથવા સોશિયલ મીડિયા પર ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરશે, તો તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- વર્કશોપ દરમિયાન થતી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીના તમામ અધિકારો ‘જોગી ધ આર્ટ એન્ડ ક્રાફટ જંક્શન’ & “JOGI ART” પાસે રહેશે, અને તેનો ઉપયોગ પ્રમોશન, સોશિયલ મીડિયા, એડવર્ટાઇઝિંગ અથવા અન્ય માર્કેટિંગ માટે થઈ શકે છે.
- વર્કશોપ દરમિયાન કોઈપણ પાર્ટિસિપન્ટ પોતાનો ચહેરો કવર કરી શકશે નહિ અને ફોટોગ્રાફી / વિડિયોગ્રાફી બંધ કરવા માટે કહી શકશે નહિ.
- જો કોઈ પાર્ટિસિપન્ટ શૂટિંગમાં અવરોધ કરશે અથવા નિયમોનું પાલન નહિ કરે તો તેમની વર્કશોપમાં ભાગીદારી તરત જ રદ્દ કરવામાં આવશે અને ચૂકવેલી ફીનો કોઈ રિફંડ આપવામાં આવશે નહિ.
- ફી ભર્યા બાદ કેન્સલેશન અથવા રિફંડ આપવામાં આવશે નહિ, તેમજ વર્કશોપના સમય અથવા તારીખમાં ફેરફાર કરવામાં આવશે નહિ.
- મેં ઉપરોક્ત તમામ નિયમો અને શરતો વાંચી, સમજી અને સ્વીકારીને આ ફોર્મ ફીલઅપ કર્યું છે.